Showing posts with label શબ્દો. Show all posts
Showing posts with label શબ્દો. Show all posts

08 March, 2010

પ્રસ્તાવ


સમી સાંજના બોલાયેલા
અદ્ધર અદ્ધર શ્વાસે તારા
પ્રેમના શબ્દો
ગરબડ ગરબડ કાને મારા
ઝીલ્યા'તાં

આંખ આંખમાં ઘોળાયેલા
છલક છલકતાં કેફે તારાં
મીંઢળનાં શમણાં સોનેરી
ખળખળ શ્વાસે મારા ખીલ્યા'તાં

- 'બેશુમાર'