Showing posts with label Old Woman. Show all posts
Showing posts with label Old Woman. Show all posts

10 March, 2010

પછી... (ઉંમર વર્ષ ૮૦)




પછી આંગળીઓ ખૂલે, ને આંખોથી ટપકે
પરદાઓ ખૂલે
, ને સ્મૃતિઓ સરકે
અંધારું ખટકે, ને સરનામું પૂછે
પછી પાછા જવાય નહી
, ને આગળ ચલાય નહી
પછી દેખાય ઍ માણસ
, ને અંદરથી લકવો


પછી સામે બોલાય નહી, ને પ્રશ્નો પૂછાય નહી
મૂંગા રહેવાય નહી
, ને કોઈને કહેવાય નહી
આંખે દેખાય નહીં
, ને દ્રશ્યો સહેવાય નહી
પછી દેખાય ઍ વાસ્તવ
, ને અંદરથી તાંડવ


પછી સાદડીઓ પથરાય, ને માણસો બેસે
પરદાઓ ખૂલે
, ને સ્મૃતિઓ ટપકે
અંધારું ખૂલે
, ને સરનામું સૂઝે
ને ખામોશી છલકે
પછી
?


- 'બેશુમાર'