

પછી આંગળીઓ ખૂલે, ને આંખોથી ટપકે
પરદાઓ ખૂલે, ને સ્મૃતિઓ સરકે
અંધારું ખટકે, ને સરનામું પૂછે
પછી પાછા જવાય નહી, ને આગળ ચલાય નહી
પછી દેખાય ઍ માણસ, ને અંદરથી લકવો
પછી સામે બોલાય નહી, ને પ્રશ્નો પૂછાય નહી
મૂંગા રહેવાય નહી, ને કોઈને કહેવાય નહી
આંખે દેખાય નહીં, ને દ્રશ્યો સહેવાય નહી
પછી દેખાય ઍ વાસ્તવ, ને અંદરથી તાંડવ
પછી સાદડીઓ પથરાય, ને માણસો બેસે
પરદાઓ ખૂલે, ને સ્મૃતિઓ ટપકે
અંધારું ખૂલે, ને સરનામું સૂઝે
ને ખામોશી છલકે
પછી ?
- 'બેશુમાર'
No comments:
Post a Comment