
પ્રશ્ન છે પોકળ,
ન સૂઝે કોઇ કુંચી કળ,
અશ્વ છે આ પળ,
વહી જાતો સમે (સમય) ખળખળ
કાળનું છે બળ,
બળે છે પળે પળ જે દળ,
જુદું છે જરા આ જળ,
મળે ના કોઇ ને એ સ્થળ
શ્રદ્ધામાં પડે જો સળ,
તો પળ વારમાં છે તળ,
હસ્તી હેતથી તું ગળ,
ગળી 'હું'કાર એને મળ
by 'બેશુમાર'
18th March 2010 while shooting at ETV Studio
No comments:
Post a Comment