
આ થયું - સારું થયું, તે થયું નરસું થયું
તેમ કહેતાં જીવતર, પુરું બધું મારું થયું
પ્રેમ જે કઈં મેળવ્યો, તે તુર્ત મેં લય-બદ્ધ કર્યો
દર્દ આખોંને મીંચી, હું પી ગયો સારું થયું
જે મળ્યું માન્યું ઘણું, ને જે ગયું તે ચૂકવ્યું
શૂન્યની સીલક કરી, હું નીક્ળ્યો સારું થયું
હો ઋતુ ભલે ગમે તે, વરસ્યો છું હું બેશુમાર
તું ભીંજાયો રણ મહીં, મારે મતે સારું થયું
- 'બેશુમાર'
No comments:
Post a Comment