
પૈસાનો છે ખેલ બધો આ,
પૈસા નો છે ખેલ,
પૈસો છે ભાઈ લોચા વાળો,
પૈસો હાથ નો મેલ,
પૈસો કાઢે સૌ નું તેલ,
તા થૈયા થૈયા તા થઈ
પૈસો નચવે નાચ બધાને, પૈસો પતલો કાચ, (૨)
કાચ તૂટતાં સૌ ને ઍ તો, નચવે કૈં કૈં નાચ,
ભઈલા નચવે કૈં કૈં નાચ,
તા થૈયા થૈયા તા થઈ
પૈસા પર છે જીવન આખું પૈસો જીવાદોરી, (૨)
પૈસો કરતો પામર મનની, દાનત ને બહુ ખોરી,
લાલા દાનત ને બહુ ખોરી,
તા થૈયા થૈયા તા થઈ
પૈસાની કોઈ રીત-રસમ ના, પૈસો સીનાજોરી, (૨)
પૈસો નસમાં વહે કદી જો, કરાવતો ઍ ચોરી,
વ્હાલા કરાવતો ઍ ચોરી,
તા થૈયા થૈયા તા થઈ
પૈસાની પોથી છે લાંબી, પાને પાના વાંચ, (૨)
પૈસાની લાલચ છે ગેબી, સાચને આવે આંચ,
બોલો સાચને આવે આંચ,
તા થૈયા થૈયા તા થઈ
ગીત અને સ્વરાંકન
'બેશુમાર'
૧૭ ફેબ્રુઆરી ૨૦૧૦
very nice i am going to post in my blog.. very soon.. i hope you don't mind.. of course with your name only i will send you my copy
ReplyDeleteSure, please go ahead, sorry for delayed response as I didn't visit the blog for quite some time.
DeleteThanks