
નયનોમાંથી ટપક કરીને નીતરે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે;
મંગલ હો યા દંગલ હરદમ ગાતાં કેવાં
સારા નરસાં સરસ મજાનાં ગીત રે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
આડા અવળા શમણાં ઍ તો જોતાં જાતાં,
જાત-ભાત ની રંગ રંગીલી દુનિયા આખી ચીતરે,
સપનાંઓનું જગત બિચારું ભર ચોમાસે પલળે તો યે
અંદરથી ભીંજાતાં ઓરતાં ભરી બજારના ચૉક વચાળે
વેચવાને નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
દરિયો હો યા ડુંગર જે 'દિ ખુંદો તે 'દિ
માણસ નામે જનમ જનમથી અટવાયેલાઅભાગિયાના
જરી પૂરાણા, વિસ્મયમાં મૂકી દે તેવા
પૂરાવાઓ નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
આંખે આંધળા, કાને બહેરા, અંદરથી ગંધાતા ચહેરા,
મંદિરની ઝાલર વાગે યા અલ્લાહ કેરો સાદ પડે ત્યાં
અક્કરમીઓ સરસ મજાનાં લૂગડાં પહેરી,
મોહરા વાળા ચહેરા પહેરી લાખ કરોડો મસ્કા-પોલિશ
મારવાને નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
- 'બેશુમાર'
Bhavesh N. Pattni
૨૨ જુલાઈ ૨૦૦૯
માણસ તેથી કોરાં કટ છે ભીતરે;
મંગલ હો યા દંગલ હરદમ ગાતાં કેવાં
સારા નરસાં સરસ મજાનાં ગીત રે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
આડા અવળા શમણાં ઍ તો જોતાં જાતાં,
જાત-ભાત ની રંગ રંગીલી દુનિયા આખી ચીતરે,
સપનાંઓનું જગત બિચારું ભર ચોમાસે પલળે તો યે
અંદરથી ભીંજાતાં ઓરતાં ભરી બજારના ચૉક વચાળે
વેચવાને નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
દરિયો હો યા ડુંગર જે 'દિ ખુંદો તે 'દિ
માણસ નામે જનમ જનમથી અટવાયેલાઅભાગિયાના
જરી પૂરાણા, વિસ્મયમાં મૂકી દે તેવા
પૂરાવાઓ નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
આંખે આંધળા, કાને બહેરા, અંદરથી ગંધાતા ચહેરા,
મંદિરની ઝાલર વાગે યા અલ્લાહ કેરો સાદ પડે ત્યાં
અક્કરમીઓ સરસ મજાનાં લૂગડાં પહેરી,
મોહરા વાળા ચહેરા પહેરી લાખ કરોડો મસ્કા-પોલિશ
મારવાને નીક્ળે,
માણસ તેથી કોરાં કટ છે ભીતરે
- 'બેશુમાર'
Bhavesh N. Pattni
૨૨ જુલાઈ ૨૦૦૯
ભાવેશ ભાઈ ખુજ સરસ લાખો છો .. હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; શબ્દોમાં કંટારી શકો છો .. એ ખુબજ મોટી વાત છે.
ReplyDeletePragna
.http://shabdonusarjan.wordpress.com.
પ્રજ્ઞાબેન આપનો ખૂબ ખૂબ આભાર. બીજી ઘણી રચનાઓ છે, સત્વરે અપલોડ કરીશ. વિઝીટ કરતા રહેશો.
Deleteસાભાર,
ભાવેશ એન. પટ્ટણી