24 March, 2010

મારા હૈયામાં ઉડે રે ગુલાલ


મારા હૈયામાં ઉડે રે ગુલાલ ()

પછી થાતો એનો રંગ ચટ્ટ લાલ રે

મારા હૈયામાં ઉડે રે ગુલાલ


નથી તોરણિયા હૈયાને દ્વાર ()

ના તો મૂકી મેં તો દિવડાની હાર

પ્રભુ બોલ્યા, "માયા કેરા મૃગજળને માર

મારે માયા, તરે એ તો ભવો ભવ ને પાર રે"

મારા હૈયામાં ઉડે રે ગુલાલ


બાજે મનમાં, ઘૂંટાયેલા જનમોના સાજ ()

સૂઝે નહીં, બીજું કોઇ કામ ના તો કાજ

તિથિ આવી, હરિવરના દરસની આજ

લાગે નહી એવો કોઇ મોટો બીજો તાજ રે

મારા હૈયામાં ઉડે રે ગુલાલ


વિના કોઇ, રાગ કોઇ સૂર ને કરતાલ ()

વાગે જ્યારે મનના મંદિરે મીઠો તાલ

'સૂર-પિયા', કહે "તારો કસબ કમાલ"

નથી વ્હાલા, બીજી કોઇ વાત માં કંઇ માલ રે


મારા હૈયામાં ઉડે રે ગુલાલ

પછી થાતો એનો રંગ ચટ્ટ લાલ રે

મારા હૈયામાં ઉડે રે ગુલાલ


૧૭ માર્ચ ૨૦૧૦

શબ્દ - 'બેશુમાર' (ભાવેશ એન. પટ્ટણી)

સ્વર રચના - 'સૂર-પિયા' (ભાવેશ એન. પટ્ટણી)

2 comments:

  1. ભાઈ શ્રી ભાવેશભાઈ,

    સરસ સાઈટ બનાવી છે. કવિતાઓ પણ મજાની લખો છો. ખૂબ ખૂબ અભિનંદન અને આગળ વધો તેવી શુભેચ્છા પાઠવું છું.

    જુના અને અન્યત્ર ન મળી શકે તેવા ગીતોની ગ્રામોફોન રેકોર્ડનો તમારો સંગ્રહ પણ ખરેખર મજાનો છે.

    તમારી પાસે જેમ દુર્લભ હિન્દી ગીતોની રેકોર્ડ છે તેમ ગુજરાતી ગીતોની રેકોર્ડ કે ટેપ હોય તો જરૂર અપલોડ કરવા વિનતિ છે. હું ઘણા ગુજરાતી ગીત શોધી રહ્યો છું પણ તે ક્યાંય મળતા નથી. દાખલા તરીખે આશા ભોસલેએ ગાયેલું ‘છૂમક છૂમક નહિ નાચું રે ઘાયલ લઈ લે પાયલ પાછું’. તમને જો ક્યાંયથી સારા જુના ગુજરાતી ગીત મળે તો જરૂર તમારી સાઈટ પર મૂકજો.

    -માવજીભાઈ મુંબઈવાળાના પ્રણામ

    ReplyDelete
    Replies
    1. પ્રિય માવજીભાઈ,
      આપનો પ્રતિસાદ હર-હંમેશ ઉત્સાહપ્રેરક જ હોય છે તે માટે ખૂબ આભારી છું.

      હું જરૂર એવા ગીતો બ્લોગ પર મુકીશ. આપને 'તર્ઝ-એ-ઠેતર'નો ઓડિયો પણ જલ્દી મોકલી આપીશ (ડાઉનસેમ્પલ કરી રહ્યો છું જેથી ફાઈલ સાઈઝ નાની થઇ જાય)

      સાભાર,
      ભાવેશ એન. પટ્ટણી

      Delete