08 March, 2010

'પૈસાનો છે ખેલ બધો આ' - ભવાઈ ગીત



પૈસાનો છે ખેલ બધો આ,
પૈસા નો છે ખેલ
,
પૈસો છે ભાઈ લોચા વાળો
,
પૈસો હાથ નો મેલ
,
પૈસો કાઢે સૌ નું તેલ
,
તા થૈયા થૈયા તા થઈ

પૈસો નચવે નાચ બધાને, પૈસો પતલો કાચ, ()
કાચ તૂટતાં સૌ ને ઍ તો
, નચવે કૈં કૈં નાચ,
ભઈલા નચવે કૈં કૈં નાચ
,
તા થૈયા થૈયા તા થઈ


પૈસા પર છે જીવન આખું પૈસો જીવાદોરી, ()
પૈસો કરતો પામર મનની
, દાનત ને બહુ ખોરી,
લાલા દાનત ને બહુ ખોરી
,
તા થૈયા થૈયા તા થઈ


પૈસાની કોઈ રીત-રસમ ના, પૈસો સીનાજોરી, ()
પૈસો નસમાં વહે કદી જો
, કરાવતો ઍ ચોરી,
વ્હાલા કરાવતો ઍ ચોરી
,
તા થૈયા થૈયા તા થઈ


પૈસાની પોથી છે લાંબી, પાને પાના વાંચ, ()
પૈસાની લાલચ છે ગેબી
, સાચને આવે આંચ,
બોલો સાચને આવે આંચ
,
તા થૈયા થૈયા તા થઈ


ગીત અને સ્વરાંકન
'
બેશુમાર'
૧૭ ફેબ્રુઆરી ૨૦૧૦

2 comments:

  1. very nice i am going to post in my blog.. very soon.. i hope you don't mind.. of course with your name only i will send you my copy

    ReplyDelete
    Replies
    1. Sure, please go ahead, sorry for delayed response as I didn't visit the blog for quite some time.
      Thanks

      Delete