
મારા હૈયામાં ઉડે રે ગુલાલ (૨)
પછી થાતો એનો રંગ ચટ્ટ લાલ રે
મારા હૈયામાં ઉડે રે ગુલાલ
નથી તોરણિયા હૈયાને દ્વાર (૨)
ના તો મૂકી મેં તો દિવડાની હાર
પ્રભુ બોલ્યા, "માયા કેરા મૃગજળને માર
મારે માયા, તરે એ તો ભવો ભવ ને પાર રે"
મારા હૈયામાં ઉડે રે ગુલાલ
બાજે મનમાં, ઘૂંટાયેલા જનમોના સાજ (૨)
સૂઝે નહીં, બીજું કોઇ કામ ના તો કાજ
તિથિ આવી, હરિવરના દરસની આજ
લાગે નહી એવો કોઇ મોટો બીજો તાજ રે
મારા હૈયામાં ઉડે રે ગુલાલ
વિના કોઇ, રાગ કોઇ સૂર ને કરતાલ (૨)
વાગે જ્યારે મનના મંદિરે મીઠો તાલ
'સૂર-પિયા', કહે "તારો કસબ કમાલ"
નથી વ્હાલા, બીજી કોઇ વાત માં કંઇ માલ રે
મારા હૈયામાં ઉડે રે ગુલાલ
પછી થાતો એનો રંગ ચટ્ટ લાલ રે
મારા હૈયામાં ઉડે રે ગુલાલ
૧૭ માર્ચ ૨૦૧૦
શબ્દ - 'બેશુમાર' (ભાવેશ એન. પટ્ટણી)
સ્વર રચના - 'સૂર-પિયા' (ભાવેશ એન. પટ્ટણી)